While this article was in print, municipal corporation has promised to stop the construction on this site and shift their construction elsewhere

કોઈ બાળકને ઈતિહાસ સૌથી સારી રીતે ભણાવવો હોય તો તેને શહેરમાં ફરવા લઇ જાવ. શહેરમાં ફરતાં ફરતાં, વિવિધ પ્રકારની ઈમારતો જોતાં, અવનવી જગ્યાઓ જોતાં નવી પેઢીનાં મનમાં ઈતિહાસની સમજ અંકાય છે. જેમ દાદી કે દાદા બાળકોને તેમના સમયની વાર્તાઓ કહે છે તેમ જૂની ઇમારતો આપણને તેમના સમયની વાર્તાઓ કહે છે. જૂની ઈમારતો શહેરનાં દાદા-દાદી જ છે. શું આપણે શહેરોને એવા રહેવા દીધા છે કે જેમાં હરતાં-ફરતાં આપણાં ઈતિહાસ વિષે જાણકારી મળે? જો આપણે શહેરને નહિ સાચવ્યું હોય, તેમાં ગમે તેમ તોડફોડ કરી હશે, ગમેતેમ બાંધકામ કર્યા હશે તો આવનારી પેઢી આપણને પૂછશે, અમારો ઈતિહાસ ક્યાં? અમારો વારસો ક્યાં? અમને શહેરની વાર્તા કહેતાં દાદા-દાદી ક્યાં?

સંસ્કાર કેન્દ્ર અમદાવાદનાં આ મહત્વનાં ઇતિહાસનું એક પ્રકરણ છે. હેરીટેજ ઈમારત તરીકે તેનું સરકારી લીસ્ટમાં નામ હોય કે ન હોય, સંસ્કાર કેન્દ્ર અમદાવાદીઓ માટે તેમનાં 50 વર્ષ જૂના ગ્લોબલ કનેક્શનની યાદગીરી છે, ઈતિહાસની એક વાર્તા છે. વીસમી સદીના એક અગ્રગણ્ય આર્કિટેકટ લ કર્બુઝીયેરે આ ઈમારતની ડીઝાઈન બનાવેલી છે. સ્થાપત્યના ઇતિહાસમાં જેને મોડર્નીઝ્મનો સમય અને શૈલી કહે છે તેના ઉદાહરણરૂપ આ ઈમારત છે. કમનસીબે, મ્યુનીસીપલ કોર્પોરેશન સંસ્કાર કેન્દ્રની બાજુમાં એક વહીવટી ઓફીસનું મકાન બનાવીને સંસ્કાર કેન્દ્રને જાણ્યે-અજાણ્યે ઢાંકી દેવા જઈ રહી છે. સામાન્ય રીતે આ પ્રકારના ઐતિહાસિક મકાનોની આસપાસના વિસ્તારને બહુ ધ્યાનપૂર્વક સાચવવામાં આવે છે. જો સંસ્કાર કેન્દ્રની સામે બે માળનું મકાન બનશે તો તેનો જાહેર રસ્તા સાથેનો સીધો સંપર્ક તૂટી જશે. સંસ્કાર કેન્દ્ર નામનો ઈતિહાસનો દસ્તાવેજ કદરૂપા મકાનોથી ચારેબાજુથી ઘેરાઈને પોતાની ઓળખ ગુમાવી બેસશે. એવી આશા રાખીએ કે મ્યુનીસીપલ કોર્પોરેશન સંસ્કાર કેન્દ્રને ઢાંકી દેવાનો તેમનો નિર્ણય પાછો લેશે અને સંસ્કાર કેન્દ્રની આસપાસ તેમનાં જ આદેશથી થતું બાંધકામ અટકાવશે.

ફોટો કર્ટસી: જુઈચી લીડા (Juichi Lida) via charkho.blogspot.co.uk
ફોટો કર્ટસી: જુઈચી લીડા (Juichi Lida) via charkho.blogspot.co.uk © જુઈચી લીડા (Juichi Lida)

The best way to teach history is to take children to see the city and to explore its heritage. The heritage buildings tell stories of their time like how grandparents tell stories to kids. But have we left our cities in position to tell us stories from the past - haphazard construction, abuse of heritage monuments, lack of maintenance have made 'heritage' a bureaucratic term. Heritage can be best expressed through lived, spatial experiences.

Sankar Kendra in Ahmedabad is an important historical document telling us a story about the experiments with modernity in the post-Independent India. It is one of the two public building that Le Corbusier designed in Ahmedabad. Unfortunately, the Municipal Corporation is about to build an administrative block very close to Sanskar Kendra and blocking its visual access from the main street. We hope that they take this mindless decision back and find some other place for their new building.